Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Sunday, September 17, 2017

Mobile કેમ થાય છે Blast ? Mobile Blast થી બચવાની ૫ શરતો.


=> આજકાલના સમાચારમાં મોબાઈલ બ્લાસ્ટના કિસ્સા વધી રહ્યા છે. મોબાઈલ તમારા હાથમાં હોય કે ટેબલ પર કે તમારા ખિસ્સામાં, મોબાઈલ બ્લાસ્ટ થાય તો તમને આર્થિક નુકશાનની સાથે સાથે શારીરિક ઈજા પણ થઇ શકે છે.

(*)  મોબાઈલ બ્લાસ્ટ કેમ થાય છે ?
=> મિત્રો, મોબાઈલ બ્લાસ્ટ થવાનું મુખ્ય કારણ Heating અને Mobile નું Over Charge થવું છે.

=> ટેકનીકલી જોવામાં આવે તો, મોબાઈલમાં Entrusted ફાઈલ્સને ડાઉનલોડ કરવાથી પણ બ્લાસ્ટ જેવા કેસ સામે આવે છે.

(*) Mobile Blast થી બચવાની ૫ શરતો :
૧. મોબાઈલમાં એન્ટીવાયરસનો ઉપયોગ કરો.

૨. હોટસ્પોટ, વાઈ-ફાઈ ને પરમેનેન્ટ ચાલુ ના રાખો.

૩. મોબાઈલની Brightness Auto મોડ પર રાખો.  

૪. એપ્સ નો ઉપયોગ કર્યા બાદ બેકગ્રાઉન્ડને ક્લીન કરો.

૫. મોબાઈલનો જયારે પણ વધુ  ઉપયોગ ના હોય ત્યારે Flight મોડ પર રાખો, જેનાથી બહુ જ ઓછા Function run થાય છે.

=> મને વિશ્વાસ છે કે, મારી આ પોસ્ટ તમને પસંદ આવી હશે. 

=> આ પોસ્ટને તમારા મિત્રો અને સ્નેહીજનોને Share કરી, Mobile Blast વિષે જણાવી કોઈનું જીવન તમે બચાવી શકો છો.

=> ધન્યવાદ.

Sunday, September 10, 2017

Virtual Reality શું છે ? VR - AR - MR વિષે જાણો... સરળ રીતે


=> VR એટલે Virtual Reality, આનો અનુભવ ઘણા લોકોએ કર્યો હશે.
=> AR એટલે  Augmented Reality, આનો અનુભવ તમે ઘણી ગેમમાં કર્યો હશે.
=> MR એટલે Mixed Reality, આનો અનુભવ તો અદ્દભુત છે.

=> તો ચાલો શરૂ કરીએ...

(*) Virtual Reality ( VR ) ::


=> આ એક એવી આભાસી દુનિયા છે જેને કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવે છે, પણ તમે આનો એક ભાગ બની શકો છો.
=> VR માટે દ્રષ્ટિ અને ધ્વનીનો ઉપયોગ કરવામાં આવે છે.
=> તમે તમારા રૂમમાં બેઠા બેઠા અંતરિક્ષયાત્રા પર જઇ શકો છો, કોઈ કારને ચલાવી શકો છો.
=> VR નો અનુભવ કરવા બજારમાં ઘણા એવા હેન્ડસેટ મળે છે, જેને પહેરીને તમે આનો અનુભવ લઇ શકો છો.

(*) Augmented Reality ( AR ) ::


=> AR ને VR નું અપડેટેડ વર્ઝન કહી શકાય.
=> VR માં તમે તમારી રીયલ લાઈફને છોડીને Virtual Reality માં enter કરીએ છીએ. જયારે AR, Virtual Reality ને તમારી રીયલ લાઈફમાં અનુભવ કરાવે છે.
=> ઉદાહરણ તરીકે, બહુજ પોપ્યુલર ગેમ Pokemon Go, એના વિષે તમે સાંભળ્યું હશે અને ઘણાએ રમી પણ હશે, તેમાં Virtual દુનિયાને આપણી રીયલ દુનિયામાં એવી રીતે દર્શાવવામાં આવે છે, કે જે આપણી સામે પ્રત્યક્ષ હાજર હોય. પણ આવું હોતું નથી આને Augmented Reality કહે છે.

(*) Mixed Reality ( MR ) ::


=> VR અને AR મિક્ષ ફોર્મને MR કહેવામાં આવે છે.
=> MR માં Virtual Reality ના object ને આપણા હાથથી તેનો અનુભવ કરી શકીએ છીએ.
=> MR એ VR અને AR ટેકનોલોજીથી ઘણી મોંઘી છે.
=> Mixed Reality ખુબ જ એડવાન્સ ટેકનોલોજી છે.
=> જે ભવિષ્યમાં ખુબ જ એડવાન્સ થઇ જશે, જેનાથી આપણે એ નહિ નક્કી કરી શકીએ કે કોણ Real છે અને કોણ Virtual ?

=> મને આશા છે કે VR, AR અને MR વિષે તમને મારી આ પોસ્ટ ગમી હશે.
=> આ બ્લોગ પોસ્ટની લીન્ક ને તમારા મિત્રો કે પરિવારજનોને Share કરવાનું ભૂલશો નહિ.

=> ધન્યવાદ.

Wednesday, September 6, 2017

અતિ ફાયદાકારક છે, કેળા : તેના 10 ફાયદા વિશે જાણો છો તમે ???


=> કેળા આ સમયે બજારમાં મળતા સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંથી એક છે. આ પૌષ્ટિક હોવાની સાથે ઉર્જાનુ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. કેળામા6 આવા અનેક ગુણ છે જે આપણા આરોગ્ય માટે ઉપયોગી છે અને આપણા સ્વસ્થ શરીર માટે જરૂરી છે. આવો જાણીએ કેળાના મહત્વપુર્ણ ગુણ... 

1. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં કેળા સહાયક  હોય છે. તેમા ગ્લુકોઝની અધિકતા હોય છે. 

૨. આ ઉપરાંત કેળામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, લોખંડ અને તાંબુ પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. 

3. આયુર્વેદ મુજબ પાકુ કેળુ શીતળ, પૌષ્ટિક, માંસવર્ઘક, ભૂખ, તરસ, નેત્ર રોગ અને ડાયાબીટીશને નષ્ટ કરે છે. જ્યારે કે કાળા કેળા પાચન માટે ભારે, વાયુ, કફ અને કબજિયાત પેદા કરનારા હોય છે. 

4. મગજના આરોગ્ય માટે પણ કેળા ખૂબ લાભકારી હોય છે.  આ એક પૌષ્ટિક અને મગજની ક્ષમતા વધારનારો આહાર છે.
 
5. શરીરમાં રક્ત નિર્માણ અને રક્તને શુદ્ધ કરવા માટે પણ કેળા લાભકારી હોય છે. તેમા રહેલ લોહ, તાંબુ અને મેગ્નેશિયમ રક્ત નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 
6. આંતરડામાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા કે ઝાડા અને મરડાનો રોગમં દહીની સાથે કેળાનુ સેવન કરવાનો ફાયદો થાય છે.
 
7. વાગ્યુ હોય કે છોલાય ગયુ હોય તો કેળાના છાલટાને તે સ્થાન પર બાંધવાથી સોજા નહી થાય. તેના નિયમિત સેવનથી આંતરડાનો સોજો ખતમ થઈ જાય છે.
 
8. કમળાના રોગમાં પણ કેળાનો પ્રયોગ કરવામાં આવે છે. આ માટે કેળાને છોલ્યા વગર ભીનો ચૂનો લગાવીને આખી રાત ઝાકળમાં મુકવામાં આવે છે, અને સવારે છોલીને ખાવામાં આવે છે. તેને ખાવાથી કમળાનો રોગ દૂર થાય છે. આ પ્રયોગ એકથી ત્રણ અઠવાડિયા સુધી નિયમિત રૂપે કરવો જોઈએ.
 
9. પાકા કેળાને કાપીને, ખાંડ સાથે મિક્સ કરીને વાસણમાં બંધ કરીને મુકી દો. ત્યારબાદ એ વાસણને ગરમ પાણીમાં નાખીને ગરમ કરો. આ રીતે બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા ખતમ થઈ જાય છે. 

10. ગરમીમા ઋતુમાં નકસીર ફૂટવાની સમસ્યા થતા એક પાકુ કેળુ ખાંડ મેળવેલ દૂધની સાથે નિયમિત રૂપે ખાવાથી અઠવાડિયામાં લાભ થાય છે.  તેનાથી નાકમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે. 

=> મને આશા છે કે તમને આ પોસ્ટ ગમે હશે તો આ પોસ્ટ ને Share કરવાનું ભૂલતા નથી કેમ કે હું આવી જ બ્લોગ પોસ્ટ તમારા માટે લઈને આવતો રહેતો હોવ છું.


=> ધન્યવાદ.

Tuesday, September 5, 2017

માધવપુર ઘેડ : ‘દરિયા’ની મોજ અને તેનો ઈતિહાસ ; Holiday Travel in Gujarat


=> ભાવનગરના ભાવસિંહજી નામના મહારાજાએ ભાવનગર રાજ્ય હતું ત્યારે એક ચુસ્ત નિયમ રાખ્યો કે ભાવનગર રાજ્યના પૈસા ભાવનગરમાં રહેવા જોઈએ. તેના ત્રણ કુંવરોના ઉનાળામાં હવાફેર માટે ભાવનગર બહાર પૈસા જવા દે તે માટે ભાવનગર રાજ્યમાં દરિયાકાંઠે હવા ખાવાના ત્રણ સ્થળ તૈયાર કરેલા. તેમાં એક ગોપનાથ હતું ત્યાં કૃષ્ણકુમાર સિંહજી દર ઉનાળામાં આવતા. ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ જો આવી દૃષ્ટિથી વિચારે તો આજે માધવપુર-ઘેડને શ્રેષ્ઠ ટુરીસ્ટ માટેનું સ્થળ બનાવી શકે. આજે તો ભાઈશ્રી રમેશભાઈએ તો પોરબંદરને યાત્રાધામ બનાવ્યું છે. પણ હવે માધવપુર ઘેડને ટુરીસ્ટ સ્પોટ બનાવવામાં ગુજરાત-સૌરાષ્ટ્રના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ. પોરબંદર વિશે અગાઉ હું લખી ચુકયો છું પણ હજી ઘણું બાકી છે અને માધવપુર-ઘેડમાં હવે તો રજનીશ ધામ પણ છે અને બીજા બીજા તપસ્વી-સાધુ પણ ત્યાં રહેવા માડ્યા છે એટલે આપણે માધવપુર-ઘેડ વિશે જાણીએ. 

=> અરે રજનીશ હોય કે હોય ત્યાં સમુદ્ર તમને મોજાઉછાળ પ્રેમથી આવકારે છે. સમુદ્ર! સમુદ્ર તો ધરતી માતાના હૃદયનું રૂધિર છે. સૂર્ય અને ચંદ્રને અહીં દરિયો મસળે છે, માલીશ કરે છે, બન્નેને સંયુક્ત કરે છે. આવા દરીયાકાંઠે જ્યાં માત્ર પ્રકૃતિ પ્રકૃતિ હોય ત્યાં વસવાનો રઘવાટ રાખવો જોઈએ. 1950માં ડો. રાશેલ ગાર્સને તેના પુસ્તક ‘ધ સી એરાઉન્ડ’ નામના પુસ્તકમાં લખેલું કે ‘એક સૌરાષ્ટ્ર નામનો પ્રદેશ છે ત્યાં કુદરત મહેરબાન છે. ત્રિકોણ રીતે તેને દરિયો ઘેરી લે છે દરિયો છે જ્યાંથી માનવજાતનું જીવન શરૂ થયેલુ. માણસ કેટલો નુગરો છે કે જ્યાંથી પેદા થયો છે તે સમુદ્રકાંઠાને તે બગાડી રહ્યો છે... પણ દરિયો વિરાટ છે તે બગડે તેમ નથી. બગડવું પડે તો પોતે બગડીને જીવન આપશે. તમે માધવપુર-ઘેડના દરિયા સામે જાઓ તો થોડા ફિલસૂફ થઈને જજો. આપણે માધવપુર-ઘેડના ગુણગાન ગાવાને બદલે સમુદ્રના ગુણગાન ગાવા માંડ્યા. પણ સહજ છે. તમે રાજકોટની ગીચ વસતિમાંથી ટેક્સી કે કારમાં માધવપુર ઘેડ જવા નીકળો ત્યારે તમને શહેર અને સમુદ્રનો વિરોધાભાસ દેખાશે. સમુદ્ર વિહાર જેવું કોઈ સુખ નથી. માધવપુર-ઘેડથી રાજકોટ જતાં ટેક્સી-મોટરમાં 3 કલાક 18 મીનીટ લાગશે. અને જ્યારે માધવપુરના દરિયાની લેરખી લેશો તો 200 મીનીટનો થાક 1 મિનિટમાં ઉતરી જશે. 

=> માધવપુર ઘેડને માત્ર છૂપે છૂપે વ્હીસ્કી પીને છાનગપતીયા કરવાનું સ્થળ માનવાનું નથી. સમુદ્રકાંઠાના ગામે શ્રદ્ધાથી જજો જોકે જરૂર રોમાન્સનું સ્થળે છે અને ભગવાન કૃષ્ણ પણ તેમાંથી બચ્યા નથી. રુકમણીનુ અપહરણ કરીને અહી રોમાન્સ કરીને કૃષ્ણે સમુદ્રની સાક્ષીએ લગ્ન કરેલા. સૌરાષ્ટ્રના લોકો શ્રદ્ધાળુ છે કોઈપણ ધાર્મિક તીથિ હોય ત્યારે મેળો ભરાય જ. માધવપુરમાં રામનવમીનો મેળો ભરાય છે. મુંબઈમાં રહેતા બાળકોએ માછલી જોઈ હશે પણ કાચબા નહીં જોયા હોય. સરકારી ડાહી છે કે સમુદ્રકાંઠે 2 લાખ બાળ કાચબાને સમુદ્રમાં છુટા મુકયા છે. માધવપુર ઘેડ તેની કાખલીમાં મહત્તમ યાત્રાધામો લઈને બેઠું છે. જૂનાગઢથી 79 કીલોમીટર દૂર સોમનાથનું ઐતિહાસિક મંદિર છે. ગીરનાર છે, સાસણ ગીર છે. સાસણ ગીરમાં વડા પ્રધાન તરીકે આવેલા ઈંદિરા ગાંધી તો નાની બેબલીની જેમ નાચવા માડેલા. તેમણે નોકરોએ વેરાવળથી લાવેલા નોનવેજ ફૂડને બદલે મારી સાથે બાજરાનો રોટલો અને રિંગણાનો ઓળો ખાધેલો. તમે મુંબઈના રસોડામાં રીંગણાનો ઓળો ખાઓ અને હવે દીવાળી આવી રહી છે ત્યારે માધવપુર ઘેડમાં રીંગણાનો ઓળો, બાજરોનો રોટલો અને થીણુ ઘી ચોપડીને ખાઓ એટલે જાણે બારેભવન ખુલ્લા થઈ જશે. 

=> મૂળ મહુવાના પરેશ જોષી અને માંગરોળના મિહીર વ્યાસ જે કેળવણીકાર ગીજુ વ્યાસના દીકરા છે તેણે કહ્યું કે દરિયાકાંઠો અમુક વિદેશીઓને કાયમી વસવાટ માટે આકર્ષે. એક ફ્રેંચ લેડી માધવપુર પાસે મોચા ગામ છે ત્યાં રહે છે. આપણી કાઠિયાવાડી બહેનો જેવો લાંબો ચોટલો રાખે છે. વાંસળી વગાડીને મોરલા ભેગા કરે છે. લેડી હનુમાનની ભક્ત છે. કવિ કાન્ત તેની તબિયત સારી કરવા ઉનાળામાં ઝાંઝમેર પાસે 2 માઈલ દૂર ગોપનાથજીના તીર્થમાં બ્રહ્મચારી શ્રી બાલાનંદજીના મહેમાન થયા ત્યાં તેમણે શરદપૂર્ણિમાને દિવસે ગોપનાથના શાંત દરિયામાં આકાશમાં ચાંદો પૂર્ણ કલાએ ખીલ્યો હતો. તે જોયેલો. ચાંદો ધરતીની નજીકમાં આવ્યો હતો. ચાંદાનુ પ્રતિબિબ ગોપનાથના દરિયામાં પડતુ હતું. ત્યારે એક ચાંદો આકાશમાં અને એક ચાંદો સમુદ્રામાં (પ્રતિબિબ) ઉગ્યો હતો એમ બબ્બે ચાંદ જોઈ કવિ કાન્તે કાવ્ય લખેલુ. અમારા ભાવનગર રાજ્યના પ્રશ્નોરા જ્ઞાતિના અને ચાવંડ ગામમાં મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ થયો. ભાવનગર રાજ્યનાં ત્યારે એક કવિ-સેવક હતા. તેનું ગોપનાથનો દરિયો જોઈ સ્ફુરેલા નીચેના કાવ્યથી માધવપુર-ઘેડના લેખને વિદાય આપીએ: 

=> આજ મહારાજ! જલ ઉપર ઉદય જોઈને/ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે/સ્નેહ વન, કુસમ વન, વિમલ પરિમલ ગહન/નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે/પિતા કાલના સર્વ સંતાપ શામે/જલધિદલ ઉપર દામિની દમકાતી/યામિની વ્યોમસર માંહિ સરતી/કામિની કોકિલા કેલિ કુંજન કરે/સાગરે ભાસતી ભવ્ય ભરવી 

=> કાવ્ય પછી સેંકડો ગુજરાતીઓએ તેમની દીકરાઓનું નામ ‘કોકીલા’ પાડેલું. તેમા ધીરૂભાઈ અંબાણીના પત્ની કોકીલાબહેન પણ આવી જાય છે! 

=> મને વિશ્વાસ છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે,

=> ધન્યવાદ.

Source : divyabhaskar.com 

Monday, September 4, 2017

જુનાગઢના ગીરનાર વિષે આ જાણો છો ?ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે.  પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સૌથી ઊંચું છે. પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. ના અંતરે આવેલી છે.

=> દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષની પહેલી પૂનમ સુધીના દિવસો દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો તેમજ તેના શિખર ઊપર આવેલા મંદિરનો ઘંટ વગાડવાનો મહિમા છે.

=>દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાઇ છે. ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે.

=>ગીરનાર આપણા ગુજરાતનો સૌથી ઉંચો આધ્યાત્મિક શિખર હોવાથી તે મહત્વપૂર્ણ યાત્રાધામોમાંથી એક છે. ગીરનાર ના ભવ્ય ઊંચા પહાડ પર શ્રી ગીરનારજીબિરાજમાન છે. ગીરનાર સમુદ્રતળથી ૩૧૦૦ ફૂટ ઊંચાઈએ આવેલ છે.

=>ગીરનારની પરક્રિમા વખતે જંગલમાં યાત્રાળુઓની સુવિધા જાળવવા માટે વનકર્મચારીઓને તૈનાત કરાય છે. ગીરનારમાં હિંદુ ઘર્મ સિવાય જૈન ઘર્મ પણ સારી રીતે વિકસેલ છે. ગીરનાર પર્વતના અંતિમ શિખર પર
દત્તાત્રેયનું મંદિર છે.

=> 
લોકો દિવાળી માં અને દિવાળી પછીના સમયમાં આની પ્રદક્ષિણા કરવા માટે જાય છે. આ મંદિરની ૨૦૦૦ સીડીઓ ચડવી પડે છે.

=> માનવામાં આવે છે આ તળેલી ની અંદર નાગાબાવાઓ રહે છે જે દિવાળી દરમિયાન અને શિવરાત્રીના તહેવાર દરમિયાન વર્ષમાં એકાદ બે વાર બહાર નીકળે છે. ગીરનાર ની તળેટીઓ સુંદર લીલીછમ હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે.

=> ગીરનાર ના પહાડમાં ઘણા બધા મંદિરો આવ્યા છે. જયારે આની ચડાઈ કરીએ ત્યારે
બલદેવજી મંદિરઆવે છે જેમાં દર્શન કરવા માટે તમારે ૪૦૦૦ સીડીઓ ચડવી પડે. જૂનાગઢ ની આધ્યાત્મિક તળેટીમાં ૧૫ મી સદી દરમિયાન દામોદર કુંડમાં નરસિહ મહેતા સ્નાન કરવા ગયા હતા. તો આ પણ જોવાલાયક છે.

=> મને આશા છે કે તમને આ પોસ્ટ ગમે હશે તો આ પોસ્ટ ને Share કરવાનું ભૂલતા નથી કેમ કે હું આવી જ બ્લોગ પોસ્ટ તમારા માટે લઈને આવતો રહેતો હોવ છું.


=> ધન્યવાદ.

Sunday, September 3, 2017

Google ની સ્માર્ટ ચમચી આવી ગઈ... શું તમે જોઈ છે ? આની કિંમત પણ છે અદ્દભુત.


=> ટેકનોલોજીની દુનિયામાં એક વધુ રંગબેરંગી પીછું ત્યારે ઉમેરાણું જયારે લીફ્ટ લેબ જેવા સ્ટાર્ટઅપ દ્વારા આ સ્માર્ટ ચમચી બનાવવામાં આવી. ગર્વની વાત તો એ છે કે, આ કંપની ચાર ભારતીયોએ શરૂ કરી. Google એ આ સ્માર્ટ ચમચી ની ટેકનોલોજી જોઈ તરત જ ખરીદી લીધી.

=> આ સ્માર્ટ ચમચીનો ઉપયોગ શું ? આ સ્માર્ટ ચમચી એ લોકો કે દર્દીઓને ઉપયોગી થશે જેના હાથ ધ્રુજતા હોય, શરીરની નબળાઈને કારણે તેઓને ખાવા પીવામાં ખુબ જ તકલીફ પડતી હોય છે.

=> આ લીફ્ટવેયર નામની સ્માર્ટ ચમચીમાં કરોડો અલગોરીધમનો ઉપયોગ કરવામાં આવે છે જે ચમચી હલવામાં ઉપયોગી છે.

=> આ ચમચી દર્દીના ધ્રુજતા હાથને મોનીટર કરે છે અને ચમચી બેલેન્સ જાળવી ઓછી હલે છે, જેથી દર્દીને ભોજન કરવામાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે છે.

=> આ સ્માર્ટ ચમચીની ટેકનોલોજી એવીરીતે કામ કરે છે કે હાથ કેવી રીતે હલે છે તે જોવાનું.

=> આવી ટેકનોલોજી, માનવ જીવનને આશીર્વાદરૂપ કહી શકાય, આ ચમચીની કિંમતની વાત કરીએ તો આ લીફ્ટવેયર ની સ્માર્ટ ચમચી એમેઝોન પર ઓનલાઈન ૧૯૯ $ માં મળે છે એટલે કે લગભગ ૧૩,૦૦૦ રૂપિયાની આસપાસ, જો તમારે ખરીદવી હોય તો અહી ક્લિક કરી તમે ખરીદી શકો છો.

=> મને આશા છે કે તમને આ પોસ્ટ ગમે હશે તો આ પોસ્ટ ને Share કરવાનું ભૂલતા નથી કેમ કે હું આવી જ બ્લોગ પોસ્ટ તમારા માટે લઈને આવતો રહેતો હોવ છું.

=> ધન્યવાદ.